Ambalal Patel Cyclone Prediction : વાવાઝોડાની ગુજરાત પર થશે મોટી અસર,રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Ambalal Patel Cyclone Prediction : અંબાલાલ પટેલની આગાહી સાચી પડી છે. તેમણે કહ્યું કે 28 થી 31 મે દરમિયાન મુંબઈ અને ગોવા વચ્ચે એક ચક્રવાત બનશે. આ ચક્રવાતની અસર ગુજરાત પર જોવા મળશે. આના કારણે રાજ્યમાં ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડશે.

Ambalal Patel Cyclone Prediction

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે વાતાવરણમાં મોટો ફેરફાર થવાથી લોકોને ગરમીથી રાહત મળશે. 21 મેથી હવામાનમાં મોટો ફેરફાર થશે. જેના કારણે ગુજરાતનું વાતાવરણ અસ્તવ્યસ્ત બનશે.

તેમણે કહ્યું કે રાજ્યના કેટલાક ભાગોમાં ચક્રવાતી તોફાનની શક્યતા છે. હાલમાં પણ તોફાની પવન ફૂંકાય તેવી શક્યતા છે. 24 મેથી સૂર્ય કૃતિકા નક્ષત્રમાં રહેતા અરબી સમુદ્રમાં તોફાન આવવાની શક્યતા છે. 28 મેથી 31 મે દરમિયાન ગ્રહોના પરિવર્તનને કારણે 25 થી 31 મે દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ સમયે મુંબઈ અને ગોવા વચ્ચે ચક્રવાત બનવાની શક્યતા છે. આ ચક્રવાત ગુજરાતના મોટાભાગના વિસ્તારોને અસર કરે તેવી શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે પરંતુ રાજ્યમાં ૫-૬ જૂને અણધાર્યો વરસાદ થવાની શક્યતા છે.

અંબાલાલ ની આગહી: રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી… ૨૧મી તારીખથી હવામાનમાં પલટો આવશે… રાજ્યમાં ઘણી જગ્યાએ તોફાન આવશે.

ચોમાસુ વહેલું આવશે

ઉલ્લેખનીય છે કે, આગામી ૬ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. ગુજરાતમાં ચોમાસાનું આગમન વહેલું થવાની આગાહી છે. આજે રાજ્યના ૧૮ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આ વરસાદની આગાહી કરી છે. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વાવાઝોડું આવી શકે છે. અન્ય ૧૩ જિલ્લાઓમાં પણ હળવો વરસાદ પડી શકે છે.

પરેશ ગૌસ્વામીની આગાહી

15 જૂનની આસપાસ અરબી સમુદ્રમાં આ સિસ્ટમ સક્રિય થશે, જે અગાઉના ટ્રેક મુજબ મહારાષ્ટ્ર થઈને મધ્યપ્રદેશ તરફ જશે. જેના કારણે ગુજરાતને ઓછો ફાયદો થશે.

પરેશ ગોસ્વામી ની આગહી મહારાષ્ટ્રમાં ચોમાસાના વિરામને કારણે ચોમાસું આગળ વધતું બંધ થઈ ગયું હોવાથી, ગુજરાતમાં અસહ્ય ગરમી અને તેજ પવનો અનુભવાઈ રહ્યા છે. જો આપણે અમદાવાદની વાત કરીએ તો, આજે મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. આ સાથે, બપોરે સૂર્ય અગ્નિની જેમ ચમકી રહ્યો છે. અસહ્ય ગરમી અને તેજ પવનોને કારણે પરસેવો પાડી રહેલા લોકોને ચોમાસા માટે લાંબો સમય રાહ જોવી પડી શકે છે.

હકીકતમાં, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના મતે, 15 જૂનની આસપાસ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની શકે છે. જેના કારણે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ફરીથી સક્રિય થશે. આ સિસ્ટમને કારણે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદે આવેલા જિલ્લાઓમાં હવામાનમાં ફેરફાર થઈ શકે છે. પરિણામે, છૂટાછવાયા વરસાદ પડી શકે છે. તેથી એમ કહી શકાય કે ગુજરાતને આ સિસ્ટમથી બહુ ફાયદો થશે નહીં.

20 જૂન સુધી 6 જિલ્લાઓમાં જામશે વરસાદી માહોલ

વધુમાં, હવામાન નિષ્ણાતે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં, અરબી સમુદ્રમાં રચાયેલી સિસ્ટમ મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ તરફ આગળ વધવાની છે. પરિણામે, 16 થી 20 જૂન સુધીના 5 દિવસ દરમિયાન, ગુજરાતના 6 જિલ્લાઓ જેમ કે નવસારી, વલસાડ, વાપી, ડાંગ, દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે.

ચોમાસાના આગમન વિશે વાત કરતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે જૂનના છેલ્લા અઠવાડિયા દરમિયાન એટલે કે 22 થી 28 જૂન દરમિયાન, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના બાકીના જિલ્લાઓમાં 3 થી 7 જુલાઈ દરમિયાન વરસાદ પડશે.

Leave a Comment